લંડનઃ બ્રિટનમાં રહેલી ૧૭ વર્ષની કિશોરીનું પ્રોજેરિયાની બીમારીના કારણે ગત સપ્તાહે અવસાન થયું છે. અન્યોની સરખામણીએ ખૂબ અસામાન્ય હતી. તેની ઉંમર ઘણી ઓછી હોવા છતાં તે દેખાવે ૧૦૪ની વૃદ્ધા જેવી લાગતી હતી. સસેક્સમાં રહેતી હેલી ઓકિન્સ નામની કિશોરીનો જન્મ હચીન્સન-ગિલફોર્ડ પ્રોજેરિયા સિન્ડ્રોમ(એચજીપીએસ) બીમારી સાથે થયો હતો. બીમારીનું નિદાન થયું ત્યારે ડોક્ટરોએ કહ્યું હતું કે હેલી ૧૩ વર્ષથી વધુ વય સુધી નહીં જીવી શકે પરંતુ નસીબજોગે ચાર વર્ષ વધુ જીવી હતી. તેની માતા કેરી ઓકિન્સે પોતાના ફેસબુક પેજ પર લખ્યું હતું કે, તે ચોક્કસ કોઈ વધુ સારી જગ્યાએ ગઈ હશે. તેણે સવારે ૯.૩૯ કલાકે મારા ખોળામાં છેલ્લા શ્વાસ લીધા.
પ્રોજેરિયા શું છે?
આ એવી બીમારીમાં છે જેમાં બાળકનો શારીરિક વિકાસ તેની ઉંમરની તુલનાએ ખૂબ ઝડપથી થાય છે. કારણે નાની વય હોવા છતાં દેખાવે તે મોટી ઉંમરની વ્યક્તિ લાગે છે અને તેનું વર્તન બાળકો જેવું હોય છે. બોલિવૂડની ફિલ્મ ‘પા’માં અમિતાભ બચ્ચનને આવી બીમારીથી પીડિત વ્યક્તિની ભૂમિકા ભજવી હતી.