GPsને વધુ પડતું વેતન ચૂકવાતું હોવાનું જણાવવા બનાવટી ઓનલાઈન પ્રોફાઈલનો ઉપયોગ કર્યા બાદ NHSના ડિરેક્ટર ઓફ પ્રાઈમરી કેર અને ડેપ્યુટી મેડિકલ ડિરેક્ટર તેમજ દેશના સૌથી સિનિયર GPડો. અરવિંદ મદને તેમના હોદ્દેથી રાજીનામું આપી દીધું હતું.
તેમણે એક ફોરમ પર મેસેજીસ પોસ્ટ કરવા માટે ‘ડેવિલ્સ એડવોકેટ’ ઉપનામનો ઉપયોગ કર્યાનું કબૂલ્યું હતું. પોસ્ટમાં તેમણે જણાવ્યું હતું કે ડોક્ટરોને જે વેતન મળે છે તેને લોકોનું સમર્થન નથી.