લંડનઃ નવા નેશનલ લિવિંગ વેજ અને પેટર્નિટી લીવ બાબતે સુધારાઓથી બિઝનેસીસ અને ખાસ કરીને નાના બિઝનેસીસ નારાજ થયાં છે. ટોરી પાર્ટીનું અધિવેશન માન્ચેસ્ટરમાં ચાલી રહ્યું છે ત્યારે તેમની બે નીતિ દરખાસ્તોથી બ્રિટિશ બિઝનેસીસમાં રોષ ફેલાયો છે. નવા અભ્યાસ અનુસાર નાની પેઢીઓ લોકોને નોકરીએ રાખવાની ગતિ ધીમી પાડવા છે અને લિવિંગ વેજના ધોરણે તેની કિંમતો વધારવાનું આયોજન કરી રહી છે.
ફેડરેશન ઓફ સ્મોલ બિઝનેસીસ દ્વારા ૧,૨૬૧ સભ્યનો સર્વે કરાયો હતો, જેમાં જાણવા મળ્યું છે કે નાના એમ્પ્લોયર્સમાં ૩૮ ટકા માને છે કે એપ્રિલ ૨૦૧૬થી અમલમાં આવનારા નવા નેશનલ લિવિંગ વેજથી તેમના બિઝનેસ પર નકારાત્મક અસર સર્જાશે.