લેસ્ટરઃ વોકર્સ ક્રિસ્પ્સે તેની લેસ્ટરની ફેક્ટરીમાં ૨૮ કર્મચારીઓને કોરોના વાઈરસનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હોવાનું જણાવ્યું હતું. કંપનીની બ્યુમન્ટ્સ લેઝ ખાતેની ફેક્ટરીમાં ૧,૪૦૦ કર્મચારીઓ કાર્યરત છે. કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે જૂનમાં કોરોનાના કન્ફર્મ કેસોમાં વધારો નોંધાયો હતો.
કંપનીની ટ્રેક એન્ડ ટ્રેસ પ્રોસીજરમાં વાઈરસનું ટ્રાન્સમીશન તેમની ફેક્ટરીમાં ન થયું હોવાના સંકેત જણાયા હતા. કંપની દ્વારા જણાવાયું હતું કે તે નિયમિતપણે હેલ્થ ઓથોરિટી અને સરકારના સંપર્કમાં છે. કર્મચારીઓના રક્ષણ માટે કંપની યોગ્ય પગલાં લઈ રહી છે. કંપનીમાં ઉચ્ચ સ્તરીય સતર્કતા જાળવવામાં આવે છે અને કોવિડ-૧૯ના કન્ફર્મ્ડ અથવા શંકાસ્પદ કેસોમાં કર્મચારીઓ પૂરા પગાર સાથે સેલ્ફ આઈસોલેટ થાય છે.