લંડનઃ બ્રિટિશ પાર્લામેન્ટમાં પાકિસ્તાની મૂળના સાંસદ લોર્ડ અહેમદને મળેલા કવરમાં સફેદ પાવડર અને ધમકીપત્ર મળતા સંસદ થોડો સમય બંધ કરી દેવાઈ હતી. કવર પર ૨૦૦૫ના લંડન હુમલાની ૧૧મી વરસીની નોંધ હતી. શંકાસ્પદ કવર મળ્યાના સમાચારથી દોડધામ મચી ગઈ હતી. સાંસદોને સલામત સ્થળે ખસેડાયા બાદ પાર્લામેન્ટના દરવાજા અને બારીબારણા બંધ કરી દેવાયા હતા અને પોલીસ તપાસમાં લાગી ગઈ હતી.
સ્કોટલેન્ડ પોલીસે જણાવ્યા મુજબ કવરથી કોઈ જ નુકસાન થયું નથી કે વધુ તપાસ ચાલુ હતી. સંસદનું પાર્કિંગ પણ બંધ કરી દેવાયું હતું. પોલીસ અને નિષ્ણાતોએ કવર અને પાવડરની તપાસ કર્યા બાદ તે જોખમી નહિ હોવાનું જણાતા સંસદ ફરી વાર ખોલવામાં આવી હતી.