શેડો ચાન્સેલર એડ બોલ્સ માત્ર ૪૨૨ મતે પરાજિત

Tuesday 12th May 2015 14:38 EDT
 
 

લંડનઃ મોર્લે એન્ડ આઉટવૂડ સંસદીય મતક્ષેત્રમાં શેડો ચાન્સેલર એડ બોલ્સનો કન્ઝર્વેટિવ હરીફ આન્દ્રેઆ જેન્કીન્સના હાથે માત્ર ૪૨૨ મતે પરાજ્ય થયો છે. ૧૦ વર્ષ સુધી લેબર પાર્ટીના સાંસદ રહેલા અગ્રનેતા પક્ષનો વિજય થાય તો મિલિબેન્ડ સરકારમાં ચાન્સેલર બનવાની ખ્વાહિશ ધરાવતા હતા, પરંતુ હવે તેમની રાજકીય કારકિર્દી સમેટાઈ જાય તેવા સંજોગો ઉભાં થયા છે. એડ બોલ્સ ૧૧૦૧ની સરસાઈ ધરાવતા હતા ત્યારે તેમણે રીકાઉન્ટની માગણી કરી હતી.

એડ બોલ્સનો પરાજય થયો હોવા છતાં તેમના પરિવારમાં એક સાંસદ તો રહેશે. તેમના પત્ની અને શેડો હોમ સેક્રેટરી ઈવેટ કૂપર પાસેના નોર્મેન્ટન, પોન્ટફ્રેક્ટ એન્ડ કેસલફોર્ડ મતક્ષેત્રમાંથી ભારે બહુમતી સાથે ચૂંટાઈ આવ્યાં છે. એડ બોલ્સના પરાજય સાથે લેબર પાર્ટીમાં બે દાયકાથી વધુ વર્ચસ્વનો અંત આવ્યો છે. તેઓ ગોર્ડન બ્રાઉનના સલાહકાર હોવા સાથે એડ મિલિબેન્ડ સાથે ટ્રેઝરીમાં હતા. તેમણે એજ્યુકેશન સેક્રેટરી તરીકે પણ કામગીરી બજાવી હતી. તેમણે ટોરી ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્નની કરકસર નીતિ સામે લેબર પાર્ટીના વિરોધ અભિયાનનું વડપણ સંભાળ્યું હતું.

૪૦ વર્ષીય આન્દ્રેઆ જેન્કીન્સ હેલ્થકેર કેમ્પેઈનર છે. તેમની મોટા ભાગની કારકિર્દી રાજકારણ બહારની જ છે. તેમણે મ્યુઝિક ટીચર ઉપરાંત, એનિમલ વેલ્ફેર ટેરિટીઝ માટે નાણા એકત્ર કરવા ગાયિકા તરીકે પણ કામ કર્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter