શોપિંગ વિસ્તારોમાં ત્રાસવાદી હુમલાની ધમકી

Tuesday 24th February 2015 13:15 EST
 

લંડનઃ સોમાલિયાસ્થિત ધર્મઝનૂની ત્રાસવાદી જૂથ અલ-શબાબ દ્વારા રીલિઝ કરાયેલા વિડિઓમાં લંડનના ઓક્સફર્ડ સ્ટ્રીટ અને વેસ્ટફિલ્ડ સેન્ટર્સ સહિત વિશ્વના સૌથી વ્યસ્ત શોપિંગ વિસ્તારોમાં હુમલાની ધમકીઓ અપાઈ છે.

ત્રાસવાદી સંગઠન અલ-શબાબે તેના અનુયાયીઓને જન્નતમાં જવા માટે આવા હુમલા કરવા જણાવ્યું છે. યુકે ઉપરાંત, અમેરિકા અને કેનેડા તેમ જ યહુદીઓની માલિકીના કેન્દ્રોમાં હુમલા કરવાની ધમકી પણ વિડિઓમાં અપાઈ છે. યુકેની ત્રાસવાદવિરોધી પોલીસ વિડિઓનું મૂલ્યાંકન કરી રહી છે. બીજી તરફ. યુએસ હોમલેન્ડ સિક્યુરિટી એજન્સીના વડાએ ખરીદારોને વધુ સાવધ રહેવાની ચેતવણી આપી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter