લંડનઃ ગોલ્ડસ્મિથ્સ યુનિવર્સિટી ઓફ લંડનના સ્ટુડન્ટ્સ યુનિયનની પૂર્વ વેલ્ફેર અને ડાયવર્સિટી ઓફિસર બહાર મુસ્તુફાને રંગભેદી ટીપ્પણી કરવાના મુદ્દે પાંચ નવેમ્બરે બ્રોમલી મેજિસ્ટ્રેટ્સ કોર્ટ સમક્ષ હાજર થવા આદેશ કરાયો છે. બહાર મુસ્તુફાએ ટ્વીટર પર તમામ વ્હાઈટ પુરુષોની હત્યા કરવાની ટીપ્પણી કરી હતી.
સાઉથ ઈસ્ટ લંડનની યુનિવર્સિટીના યુનિયને બહાર મુસ્તુફાને હોદ્દા પરથી દૂર કરવા પણ માગણી કરી હતી. મેટ્રોપોલીટન પોલીસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે મિસ મુસ્તફાએ ધમકીભર્યા સંદેશા મોકલવા અને અશિષ્ટ અથવા ભયજનક સંદેશાના આરોપનો જવાબ વાળવા કોર્ટમાં જવાનું રહેશે. ગુનાનો ગાળો ૨૦૧૪ના નવેમ્બરથી ૩૧ મે, ૨૦૧૫નો છે. તેણે એપ્રિલમાં ફેસબુક પર કોઈ કાર્યક્રમમાં અશ્વેત અને વંશીય લઘુમતી મહિલાઓ તેમજ નોન-બાઈનરી લોકોને હાજરી આપવા આમંત્રણ આપ્યું હતું, પરંતુ પુરુષો કે શ્વેત લોકોએ ન આવવું તેવી ટીપ્પણી પણ કરી હતી.