સંપદ દ્વારા ઉભરતા લેખકો માટે નવી આંતરરાષ્ટ્રીય લેખનસ્પર્ધા

Monday 16th February 2015 05:56 EST
 
 

લંડનઃ મહાત્મા ગાંધીએ કહ્યું છે, ‘તમે વિશ્વમાં જેવું પરિવર્તન ઈચ્છતા હો તે જ પરિવર્તન તમારામાં લાવો.’ ઈતિહાસમાં મહાત્મા ગાંધીની પ્રતિભા વિશિષ્ટ સ્થાન ધરાવે છે. તેમની અહિંસાની ફિલોસોફી, સમાનતા, સ્વાતંત્ર્ય પ્રત્યે ઉત્કટ ભાવના અને સમાજ-રાજકીય બૌદ્ધિકતા ઘણાં નેતાઓ માટે પ્રેરણારૂપ રહ્યાં છે. ‘સંપદ’ સંસ્થા દ્વારા મહાત્મા ગાંધીના જીવન, ફિલોસોફી અને દૃષ્ટિ વિશે આંતરરાષ્ટ્રીય લેખનસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. નવોદિત લેખકો માટે તેમની એન્ટ્રી મોકલવાની આખરી તારીખ રવિવાર, ૩૧ મે, ૨૦૧૫ છે.

‘Inspired by Gandhi’ લેખનસ્પર્ધા નવોદિત લેખકો માટે ગાંધીના જીવન, કવન અને દર્શન વિશે પોતાના વિચારો પ્રગટ કરવાની અમૂલ્ય તક છે. જો તમારી પાસે મહાત્મા ગાંધીથી પ્રેરિત કવિતા, ટુંકી વાર્તા અથવા અહેવાલ હોય તો અમને જણાવો અને તમારી રચના પ્રકાશિત કરવા માટે પસંદ પણ થઈ શકે છે. સમગ્ર વિશ્વમાં કોઈ પણ લેખક આઠ વર્ષથી વધુ વયના હોય અને સાઉથ એશિયન સંસ્કૃતિમાં રસ ધરાવતા હોય તેઓ આ સ્પર્ધામાં ભાગ લઈ શકે છે. તમામ રચના ઈંગ્લિશ ભાષામાં અને વધુમાં વધુ ૪૦૦ શબ્દ સુધીની હોવી જોઈએ.

વ્યક્તિદીઠ માત્ર બે એન્ટ્રી મોકલી શકાશે.

એન્ટ્રી મોકલવાની આખરી તારીખ રવિવાર, ૩૧ મે, ૨૦૧૫ છે.

સ્પર્ધાના નિયમો જાણવા અને ઓનલાઈન એન્ટ્રી ફોર્મ મેળવવા મહેરબાની કરી www.sampad.org.uk (Special Projects) વેબસાઈટની મુલાકાત લેશો.

તમે [email protected]ને ઈમેઈલ કરી શકો છો અથવા 00 44 (0)121 446 3260નંબર પર ટેલીફોન પણ કરી શકો છો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter