સાઉથ લંડનમાં યોગ મેલાનું આયોજન: તા. ૨૧મી જૂનના રોજ ઇન્ટરનેશનલ યોગા ડે ઉજવાશે

Tuesday 26th May 2015 12:20 EDT
 
 

દત્તસહજ યોગ મિશન યુકે દ્વારા અગામી તા. ૨૧મી જૂન, ૨૦૧૫ના રોજ સવારના ૮થી સાંજના ૪ દરમિયાન આર્ચબિશપ લેનફ્રેન્ક એકેડેમી, મિચમ રોડ, ક્રોયડન CR9 3AS ખાતે તા. ૨૧ મી જૂન રવિવારના રોજ ઇન્ટરનેશનલ યોગા ડેની શાનદાર ઉજવણી કરાશે. આ પ્રસંગે યોગા મેલાનું આયોજન પણ કરાયું છે.

યોગ મેલામાં ભારતીય હાઇ કમિશન યુકે, એસ વ્યાસા, યુકેની પ્રમુખ યોગ સંસ્થાઅો ધ યોગા બાયોમેડિકલ ટ્રસ્ટ, આર્ટ અોફ લિવિંગ, બ્રહમાકુમારીઝ, હિન્દુ સ્વયં સેવક સંઘ HSS, પતંજલિ યોગપીઠ, કન્વરઝન યોગા, સ્કૂલ અોફ યોગા, સબરંગ આર્ટ્સ ભાગ લઇ સહકાર આપનાર છે.

વિવિધ સંસ્થાઅોના સહકારથી યોજાયેલા આ મેળામાં યોગ, ધ્યાન, વર્કશોપ્સ, શાકાહાર, આયુર્વેદ ચિકિત્સા, યોગ થેરાપી, યોગ ફોર ચિલ્ડ્રન, લાફીંગ યોગા, નીચે બેસી ન શકતા લોકો માટે 'ચેર યોગા', સૂર્ય નમસ્કાર, ડાયાબિટીઝ આસ્થમા, આર્થરાઇટીસ, બ્લડપ્રેશર ઉપર યોગાથેરાપીની અસરો અંગે નિષ્ણાંતો દ્વારા પ્રવચન રજૂ કરવામાં આવશે.

આ યોગ મેળામાં ડો. રોબીન મનરો, ડો. એલેક્સ હેંકી, કન્સલ્ટન્ટ ગુરૂપ્રસાદ વેંકટ, ડો. અંજની શીતરે, જોઇસ પાવર, ગોલ્ડન સ્પેન્સ, ચંદ્રકાન્ત શુક્લ, સુનિલ ગોસાઇ, ડો. જયા, મીરા શુક્લા, જેગેન્દ્ર પટેલ જેવા અનુભવી નિષ્ણાંત શિક્ષકોનો લાભ મળશે.

અત્રે ઉલેલખનીય છે કે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગત તા. ૨૭મી સપ્ટેમ્બર ૨૦૧૪ના રોજ યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બલીને સંબોધન કરી સમગ્ર વિશ્વના પાંચ હજાર વર્ષ જુના યોગ પધ્ધતિ પ્રસંગે વિશેષ દિન જાહેર કરવા નમ્ર વિનંતી કરી હતી. જેને અનુસંધાને ગત તા. ૧૧ ડીસેમ્બર ૨૦૧૫ના રોજ યુએન દ્વારા તા. ૨૧ મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે સમગ્ર વિશ્વમાં મનાવવાની જાહેરાત કરાઇ હતી. જેની ઉજવણી વિશ્વના ૧૭૭ દેશોમાં થનાર છે.

રજીસ્ટ્રેશન અને વધુ માહિતી માટે સંપર્ક: www.dysm.co.uk તેમજ 07903 223 550.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter