લંડનઃ સાઉથબેંક સેન્ટરમાં આ વર્ષે શુક્રવાર, ૯ જૂનથી ૧૮ જૂન સુધી યોજાનારા મેલ્ટડાઉન ફેસ્ટિવલનું આયોજન શ્રીલંકામાં જન્મેલા અને લંડનમાં ઉછરેલા માતંગી ‘માયા’ અરુલપ્રગાસમ (ઉર્ફ M.I.A) કરશે. તેઓ લંડનમાં ઉભરતા અને વિખ્યાત કલાકારોને એકત્ર કરીને વિશ્વભરની સંસ્કૃતિઓને એક જ મંચ પર રજૂ કરશે.
આ કલાકારોમાં સ્કોટલેન્ડ સ્થિત હિપ-હોપ ટ્રાયો યંગ ફાધર્સ, જમૈકન સ્ટાર્સ આઈ વેન અને ડેક્સ્ટા ડેપ્સ, નાઈજીરિયન સિંગર મિસ્ટર ઈઝી સાથે ફ્રેંચ રેપર MHD, સ્વીડનના ઈલેક્ટ્રોનિક હિપ હોપ આર્ટિસ્ટ યુંગ લિન, કેનેડાના પોપ ડ્યુઓ ક્રિસ્ટલ કેસલ, બ્રુકલિનના રેપર યંગ M.A. વગેરેનો સમાવેશ થાય છે.