સાઉથોલના હત્યારાને ૨૬ વર્ષની સજા

Tuesday 11th August 2015 09:39 EDT
 
 

લંડનઃ સાઉથોલમાં ત્રણ સંતાનના ૪૧ વર્ષીય પિતા હરિન્દર રતનની બદલાની ભાવનાથી હત્યાની ઘટનામાં ઓલ્ડ બેઈલી કોર્ટે ૩૧ જુલાઈએ ૨૬ વર્ષીય સંજય સલ્હોત્રાને દોષિત ઠરાવ્યો હતો. તેના મિત્ર ઈન્દ્રજિત ભાચુએ ન્યાયને ગેરમાર્ગે દોરવાના ગુનાની કબૂલાત કરી હતી. કોર્ટે ગુરુવાર છઠ્ઠી ઓગસ્ટે સંજય સલ્હોત્રાને ૨૬ વર્ષ અને ભાચુને ત્રણ વર્ષ જેલની સજા ફરમાવી હતી.

મૂળ ઘટના ૨૦ ડિસેમ્બર, ૨૦૧૪ની હતી, જેમાં કારમાં બેઠેલા હરિન્દર રતન પર હુમલો કરી તેને બહાર નીકળવા જણાવાયું હતું. હરિન્દરે વળતો હુમલો કરતા હુમલાખોર સંજય નાસી ગયો હતો. આ પછી જાન્યુઆરીમાં તેણે બીજો હુમલો કર્યો હતો, જેમાં હરિન્દરનું મોત થયું હતું. ભાચુએ સંજયને ગુનો છુપાવવામાં મદદ કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter