લંડનઃ ઈરાકમાં અમેરિકી દળો વિરુદ્ધ વિનાશક ત્રાસવાદી અભિયાન પાછળના બ્રિટિશ ટેક્સી ડ્રાઈવર અનીસ આબિદ સરદારની ઓળખ સાત વર્ષની જહેમત પછી કરી શકાઈ છે. સરદાર સામે સાર્જન્ટ ફર્સ્ટ ક્લાસ રેન્ડી જ્હોન્સનની હત્યાનો આરોપ છે. ઈરાકમાં સાર્જન્ટના વાહન પાસે હાથબનાવટનો બોમ્બ ફાટ્યા પછીની ઈજામાં તેનું મોત થયું હતું
અનિસ સામે ૨૦૦૭માં અમેરિકી દળોને નિશાન બનાવતા ત્રાસવાદી સેલનો ભાગ હોવાનો આરોપ છે. ઈરાક યુદ્ધના વર્ષો પછી અમેરિકી સત્તાવાળાએ હાથબનાવટના બોમ્બ્સ પર અનિસના ફિંગરપ્રિન્ટ્સ મેચ કર્યા હતા. વુલીચ ક્રાઉન કોર્ટ સમક્ષનો કેસ બ્રિટનમાં આ પ્રકારનો પ્રથમ કેસ છે. નોર્થ વેસ્ટ લંડનના વેમ્બલીના અનિસ સરદારની ગયા વર્ષે ધરપકડ કરાઈ હતી.