સાદિક ખાને સહાયકને સસ્પેન્ડ કર્યો

Wednesday 09th March 2016 05:57 EST
 
 

લંડનઃ લેબર પાર્ટીના લંડનના મેયરપદના ઉમેદવાર સાદિક ખાને તેમના પાર્લામેન્ટરી સહાયક શુએબ સાલારને ઈલેક્શન ટીમમાંથી સસ્પેન્ડ કર્યો છે. સાલારના ટ્વિટર એકાઉન્ટ પરથી સ્ત્રીઓ અને સમલિંગી લોકો સંબંધિત ખરાબ ભાષામાં મેસેજીસ વહેતા થતા ચકચાર જામી હતી. પાંચ મેએ થનારી ચૂંટણીમાં ખાન વિજેતા થવા બુકીઓના ફેવરિટ છે.

મેયરપદના ઉમેદવાર સાદિક ખાનની પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ બાબત ગંભીર છે અને તપાસ પૂર્ણ થવા સુધી સાલારને ખાનની પાર્લામેન્ટરી ઓફિસમાંથી સસ્પેન્ડ કરાયા છે. સાલાર સોશિયલ મીડિયા પર અપમાનકારી સંદેશા મૂકાયા પછી નવેમ્બર ૨૦૧૪થી ખાન સાથે જોડાયો હતો. કેબિનેટ મિનિસ્ટર ક્રિસ ગ્રેલિંગે આવી ટીપ્પણીઓ કરનારને નોકરીએ રાખવાની ખાનની વિવેકબુદ્ધિ સામે પ્રશ્ન ઉઠાવી આવી કોમેન્ટ્સને આધુનિક સમાજમાં કોઈ સ્થાન નહિ હોવાનું જણાવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter