લંડનઃ લિન્ટ ગ્રૂપના મેનેજિંગ ડિરેક્ટર રીઝ પટેલે સતત ચોથા વર્ષે ન્યૂહામ કોલેજિયેટ સિક્સ્થ ફોર્મ સેન્ટર ખાતે પોતાની સાફલ્યગાથા રજૂ કરી હતી. છેલ્લાં ૨૫ વર્ષમાં તેમના બિઝનેસમાં સતત વિકાસની સાથે લંડનની ઘણી બરોમાં તેમણે સ્થાનિક સમાજ અને ઓથોરિટી સાથે લાંબા સમયની ભાગીદારી કરી હતી. પ્રોપર્ટી લેટિંગ્સ અને મેનેજમેન્ટમાં અગ્રણી ગ્રૂપની ઈસ્ટ લંડનના હાર્દ સમા વિસ્તારમાં ઓફિસો આવેલી છે.
વિદ્યાર્થીઓ માટે GCSEથી A-Level તરફનું પ્રયાણ તેમની કારકિર્દીમાં ઘણી વખત ભયજનક અને પડકારજનક પગલું હોય છે. યોગ્ય વિષયોની પસંદગી અને તેમણે પસંદ કરેલી કારકિર્દી અથવા ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ મેળવવા તેમને શ્રેષ્ઠ તકો માટે વિદ્યાર્થીઓને મદદ કરવાનું ઘણી વખત ગંભીર વાસ્તવિકતા બની શકે.
યુનિવર્સિટીમાં અરજી કરવાની હોય કે એપ્રેન્ટિસશિપ શરૂ કરવાની હોય પટેલે આંત્રપ્રિનિયોર તરીકેના તેમના સમૃદ્ધ અનુભવના આધારે વ્યક્તિગત લક્ષ્યાંકો રાખવા અને ઉંચુ ધ્યેય રાખવાના મહત્ત્વ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું, ‘ આજે હું તમને કોઈ ભેટ આપી શકું તો તે ઈચ્છા અને જરૂરિયાતની છે.’
લક્ષ્ય નક્કી કરીને તેને વાસ્તવિકતામાં પલટાવવાની યોગ્યતાનું મહત્ત્વ પણ પટેલે વિદ્યાર્થીઓને સમજાવ્યું હતું. પોતાની કારકિર્દી અને કામ કરવાની વ્યક્તિગત પ્રકૃતિનો ઉલ્લેખ કરતાં તેમણે વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ થવા માટે શું કરવું જોઈએ તેની સલાહ આપી હતી. તેમણે કેવી રીતે શિસ્તબદ્ધ થવું, આયોજન માટે વ્યૂહનીતિ ઘડવી અને લક્ષ્ય હાંસલ કરવા, કોઈપણ જાતના ડર વગર વિશ્વ સમક્ષ જવું, પોતાની ક્ષમતાઓમાં વિશ્વાસ ઘડતર કરવું અને દ્રઢ સંકલ્પ દ્વારા પોતાની ઈચ્છા મુજબની જોબ મેળવવી તેના વિશે પણ વિદ્યાર્થીઓને સલાહ આપી હતી. તેમણે પોતાના લાભ માટે દબાણનો ઉપયોગ કરવા અને જરૂર જણાય તો મદદ મેળવવા વિદ્યાર્થીઓને યાદ અપાવ્યું હતું.
પટેલે વિદ્યાર્થીઓને આપેલું માર્ગદર્શન અતિ પ્રેરણાદાયી ગણાવતા ન્યૂહામ કોલેજિયેટ સિક્સ્થ ફોર્મના ટીચર સુમેના બેગમે જણાવ્યું હતું કે લક્ષ્ય નિશ્ચિત કરવાનું વિદ્યાર્થીઓને જરૂરી નથી લાગતું, પરંતુ તેમણે તે નક્કી કરવા જોઈએ.
પટેલની ગાથા સખત પરીશ્રમ અને કૃતનિશ્ચયતાની વાત છે. ૧૭ની વયે તેમણે તેમના મિત્ર અને કો-મેનેજિંગ ડિરેક્ટર સામ ચાંદ સાથે મળીને લિન્ટ ગ્રૂપની સ્થાપના કરી હતી અને આંત્રપ્રિનિયોરશિપ તરફના રોમાંચક માર્ગે પ્રયાણ કર્યું હતું. તેઓ લક્ષ્ય નિર્ધારિત કરીને બિઝનેસનો વિકાસ કરતા હતા. તેમણે ઉમેર્યું, ‘ લક્ષ્યો મને પ્રેરણા પૂરી પાડતા હતા અને સૌનું ધ્યાન મારા પર જાય તેના માટે હું હજુ તેમ કરું છું. શરૂઆતમાં ખાનગી લેન્ડલોર્ડ પાસેથી પ્રોપર્ટી મેળવવાનો, પ્રાઈવેટ ટેનન્ટ્સનું સોર્સિંગ, રેન્ટ અને પ્રોપર્ટી મેનેજમેન્ટનો બિઝનેસ હતો.
લિન્ટ ગ્રૂપનો ખૂબ ઝડપથી વિકાસ થયો. પાટનગરમાં વધતા હોમલેસનેસની સમસ્યાનો ઉકેલ પૂરો પાડવા લંડનની બરો સાથે સંપર્ક વધ્યો. પટેલ અને ચાંદે પ્રાઈવેટ લેન્ડલોર્ડ પાસેથી મેળવેલી પ્રોપર્ટીઓનું ખૂબ જરૂરિયાતવાળા લોકોને હંગામી એકોમોડેશન માટે લોકલ ઓથોરિટીઓને લેટિંગ શરૂ કર્યું. તેમના બિઝનેસના ૨૫ વર્ષમાં સતત આ પ્રવૃત્તિ ચાલી હતી.
લિન્ટ ગ્રૂપની હોમલેસનેસ હાઉસિંગ સ્કીમથી લઈને ચેરિટેબલ સંસ્થાઓને ડોનેશન અને સ્થાનિક સમુદાયમાં પ્રવચનો આપવા સુધીની ઘણી સામાજિક સમસ્યાઓનો સામનો કરવામાં મદદરૂપ થયા છે. તેમણે તેમના મંચ અને દ્રઢતાનો ઉપયોગ સામાજિક પરિવર્તન માટે કર્યો છે. ખાસ કરીને તેમણે વિકાસને વિસ્તાર્યો છે અને ગામ્બિયામાં મસ્જિદના નિર્માણનું કાર્ય શરૂ કર્યું છે. તે પૂરું થશે ત્યારે તે સ્થાનિક સમુદાયને વિવિધ સેવા પૂરી પાડશે.
તેઓ ગામડાઓને સ્વચ્છ પાણી પૂરું પાડી શક્યા તેને ખૂબ શ્રેષ્ઠ ગણાવ્યું હતું અને જણાવ્યું હતું, ‘ મને મદદ કરવાની ઈચ્છા છે અને મને તેમ કરવા માટે આર્થિક એટલેકે નાણાંકીય સ્વતંત્રતા છે તે બદલ હું આભારી છું.’ તેમણે ઉમેર્યું હતું,‘ બીજા લોકોને મદદ કરવાની ઈચ્છાથી સફળ થવાની પ્રેરણા મળી શકે તે વિદ્યાર્થીઓને શીખવા મળે છે, કારણ કે દરેકમાં બીજાને મદદરૂપ થવાનો ગુણ હોય છે.’