સાયકલિંગ ચેરિટી કાર્યક્રમનું આયોજન

Tuesday 18th August 2015 07:46 EDT
 

લંડનઃ સેવા યુકે ચેરિટી સંસ્થા દ્વારા છઠ્ઠી સપ્ટેમ્બર, રવિવારના રોજ ચોથા વાર્ષિક સાયકલિંગ ચેરિટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સ્થાનિક રેડબ્રિજ સાયકલ સેન્ટર ખાતે આયોજિત ‘CYCLE 4 SEWA’ (C4S) કાર્યક્રમનો હેતુ સેવા યુકે ચેરિટી માટે ભંડોળ એકત્ર કરવાનો છે. આ સંસ્થા ભારત અને વિશ્વમાં અન્યત્ર કુદરતી આપત્તિઓ અને માનવીય દુર્ઘટનાઓનો શિકાર બનેલી કોમ્યુનિટીઓનાં પુનર્વસનની કામગીરીમાં જોડાય છે. અગાઉના સાયકલિંગ ઈવેન્ટ્સને સાંપડેલા જોરદાર પ્રતિસાદના પરિણામે આ વર્ષે બર્મિંગહામ અને માન્ચેસ્ટરમાં પણ C4Sનું આયોજન કરાશે.

આ સંસ્થાને મળેલાં દાનનો ઉપયોગ શાળાઓનાં નિર્માણ, શૈક્ષણિક પ્રોજેક્ટ્સને ભંડોળ, આરોગ્યસંભાળ સવલતોની સુધારણા તેમ જ અસરગ્રસ્તોને મદદનો હાથ લંબાવવા માટે કરાય છે. ગત ત્રણ વર્ષમાં ૨૫૦થી વધુ સાયકલવીરોએ £૨૮,૦૦૦થી વધુ રકમ એકત્ર કરવામાં મદદ કરી હતી. પ્રાથમિક શાળાઓ અને કોમ્યુનિટી સંસ્થાઓના ટેકા સાથે સાયકલિંગ કાર્યક્રમે કોમ્યુનિટી પર વિધેયાત્મક અસર ઉભી કરી છે.

આ કાર્યક્રમ તમામ વયના લોકો માટે ખુલ્લો છે અને સાયકલ પર સવાર થવાની મોજ લેવા લોકોને પ્રોત્સાહિત કરવાનો સારો માર્ગ બની રહેશે. આ કાર્યક્રમમાં સ્થાનિક કોમ્યુનિટીના તમામ વર્ગના લોકો, અગ્રણીઓ તેમ જ સંસદસભ્યો પણ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ અંગેની વધુ માહિતી http://www.sewauk.org/cycle4sewa/ પરથી મેળવી શકાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter