લંડનઃ સીરિયા સાથે સંકળાયેલા ત્રાસવાદના અપરાધો બદલ પાંચ સભ્યોના એક પરિવારની ધરપકડ કરાયાના અહેવાલ છે. ઈસ્ટ લંડનના ૫૧ વર્ષીય પિતા, ૫૩ વર્ષીય માતા તેમ જ તેમની ૧૬, ૧૭ અને ૧૯ વર્ષની તરુણ પુત્રીઓની ધરપકડ કરાઈ હોવાનું મેટ્રોપોલીટન પોલીસે જણાવ્યું હતું.
જુલાઈ મહિનામાં પોલીસે ૧૬ વર્ષીય તરુણીની ધરપકડ પછી તપાસ આરંભી હતી. તેની સામે સીરિયા સાથે કથિત સંબંધ અને તે દેશમાં પ્રવાસ કરવાની યોજનાના આરોપ હતા. આ તરુણી સપ્ટેમ્બર મહિના સુધી પોલીસ જામીન અપાયાં હતાં. મેટ્રોપોલીટન પોલીસના ત્રાસવાદવિરોધી દળના ઓફિસરોએ ૧૨ ઓગસ્ટના દિવસે અયોગ્ય ઈરાદા સાથે બનાવટી ઓળખ દસ્તાવેજો હોવાની શંકાએ ૫૧ વર્ષીય પુરુષની અટકાયત કરી હતી. પાંચ સભ્યના પરિવારને સેન્ટ્રલ લંડનમાં પોલીસ સ્ટેશને પોલીસ કસ્ટડીમાં રખાયો હતો.