લંડનઃ સૂર ભારતી દ્વારા ગત ૧૦ ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિન નિમિત્તે આઈઝલવર્થ એન્ડ સ્યોન સ્કૂલ ખાતે ટેલેન્ટ શો અને રેમ્પ વોક સાથે શાનદાર કાર્યક્રમ યોજાયો હતો.
બાળકો માટેના ટેલેન્ટ શોમાં ૩થી ૧૨ વર્ષના ૩૦ બાળકોએ ફેન્સી ડ્રેસ, ગીતો, નૃત્ય અને વાદ્ય સંગીતમાં ભાગ લીધો હતો. મહિલાઓ માટેની રેમ્પ વોકમાં સમાજના વિવિધ વર્ગની વિવિધ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી ૨૦ મહિલાઓએ ભાગ લીધો હતો. તેની કોરિયોગ્રાફી પ્રિયંકા કાનવિન્દેએ કરી હતી, જ્યારે સ્ટેજની સજાવટનું કામ આરિયા ડિઝાઈન સ્ટુડિયોએ સંભાળ્યું હતું. એશિયાડ ૮૨ માટે પંડિત રવિશંકરના સંગીત નિર્દેશન સાથેનું સ્વાગત ગીત વિનુથા ભાટ, પુષ્પ લતા ઈટાગી અને રાગસુધા વિન્જામુરીએ રજૂ કર્યું હતું.
કાર્યક્રમમાં હંસલોના મેયર કાઉન્સિલર અમર ગ્રેવાલ, આઈઝલવર્થના પૂર્વ MP મેરી મેક્લીઓડ, માનવ અધિકારના કેમ્પેઈનર લક્ષ્મી કૌલ, મિલ્ટન કિન્સના પૂર્વ કાઉન્સિલર ગીતા મોર્લા અને જીના ચેરિટીના સ્થાપક રાની બીલખુએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. કાર્યક્રમમાં કાઉન્સિલર કેથરીન ડન, કાઉન્સિલર પ્રીતમ ગ્રેવાલ, કાઉન્સિલર માયરા સાવિન અને કાઉન્સિલર વિષ્ણુ બહાદૂર ગુરંગ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
‘લાયકા દિલસે’ના રેડિયો પ્રેઝન્ટર અશ્વિની કિન્હીકરે શો હોસ્ટ કર્યો હતો. લોઢા ગ્રૂપ, B+ કન્સલ્ટિંગ, સંસ્કૃતિ સેન્ટર, બાવા લંડન, જીના ચેરિટી, મેગ્નિફીક મેઈકોવર્સ અને લા વાસ્તુએ કાર્યક્રમને સ્પોન્સર અને સપોર્ટ કર્યો હતો. રેફલ ડ્રોના ઈનામો આદિત્ય ક્રીએશન્સ, અશ્વિની કાલેસ્કર, ડાયરેક્ટ સ્કૂલ વેર, દિવ્યાંજલિ ગાંધી, એથનીક સ્ટોપ શોપ, ફાફા સાની, ગુરજીન્દર ધાલીવાલ અને ઝૂમકે લંડનના સહયોગથી અપાયા હતા. સોલ ક્રાફ્ટસ દ્વારા બાળકો અને અતિથિવિશેષને ગુડી બેગ્સ અર્પણ કરવામાં આવી હતી.
ઈવેન્ટ મેનેજમેન્ટને અનુપમા નાગરાજા, હિતાંશી બેન્દ્રે, નીલમ મોરે અગ્રવાલ, પલ્લવી વિશ્વકર્મા, રેહાના આમીર, સાહિતી નેક્કાંતી, સીમાંગી પાલેકર, શિવાંગી ગોખલે અને વૈશાલી મંત્રીએ વોલન્ટિયર્સ તરીકે મદદ કરી હતી.