લંડનઃ નોર્થ યોર્કશાયર બીચ પર યુકેના સૌથી પ્રાચીન વેજીટેરીયન ડાયનોસોરના અવશેષો મળી આવ્યા છે. આ વિશાળકાય ડાયનોસોર મધ્ય જુરાસિક પાર્ક એટલે કે લગભગ ૧૭૬ મિલિયન વર્ષ અગાઉ યુકેમાં રહેતું હશે. આ ડાયનોસોરને ‘એલન’ નામ અપાયું છે.
આ પ્રકારના ડાયનોસોરના છેલ્લા અસ્થિપિંજરનો રેકોર્ડ બ્રિટન પાસે છે. યોર્કશાયરના વ્હિટબી શહેર નજીકથી મળેલા ડાયનોસોરના અવશેષો એ વાતની સાબિતી આપે છે કે દેશનો આ વિસ્તાર કદિક ડાયનોસોરનું વિશ્વ કહેવાતું હશે. વૈજ્ઞાનિકો મધ્ય જુરાસિક શિલાઓથી યોર્કશાયર પહોંચતા ડાયનોસોરના ફૂટસ્પેટ્સ પર કામ કરી રહ્યાં છે. યુનિવર્સિટી ઓફ માન્ચેસ્ટરના પ્રોફેસરના જણાવ્યા અનુસાર યોર્કશાયર બીચ પરથી જુરાસિક અવશેષો અને કરોડરજજુના હાડકાની જોડ નિહાળવી સુખદ આશ્ચર્ય છે. પૃથ્વી પર આશરે ૧૫૦ મિલિયન વર્ષો સુધી વસવાટ કરતા પ્રાણીઓમાં સૌથી મોટા શાકાહારી ડાયનોસોર સામેલ છે.
આ પ્રાણીઓ વિશિષ્ટ પ્રકારનું લાંબી ગરદન અને પૂંછડીઓ ધરાવતાં હતાં તેમના મસ્તક નાના અને શરીર વિશાળ હતા અને તેઓ ચાર પગે ચાલતા હતા. આર્જેન્ટિનોસૌરસ જેવા કેટલાક પ્રકારની લંબાઈ ૧૧૫ ફીટ જેટલી અને વજન આશરે ૮૦ ટન જેટલું હતું. જોકે નિષ્ણાતો મળી આવેલા અવશેષોને સોરોપોડ્ઝના હોવાનું કહે છે.