લંડનઃ તબલિગી જમાત સંપ્રદાય બ્રિટનની સૌથી મોટી મસ્જિદ ઈસ્ટ લંડનમાં બાંધી શકશે નહિ. સરકારે કટ્ટરવાદ સાથે સંકળાયેલા મનાતા ઈસ્લામિક જૂથને ૧૬ વર્ષના સંઘર્ષ પછી મસ્જિદની પરવાનગી નકારી હતી. સંખ્યાબંધ ત્રાસવાદીઓ આ જૂથ સાથે સંકળાયેલા હોવાનું પણ કહેવાય છે.
ઓલિમ્પિક પાર્ક નજીકની ૨૯૦,૦૦૦ ચોરસ ફૂટના ક્ષેત્રફળ અને ૧૯૦ ફૂટની ઊંચાઈના મિનારાઓ સાથે વિશાળ મસ્જિદની ડિઝાઈન છેક ૨૦૦૬માં રજૂ કરાઈ હતી, જેમાં ૧૦,૦૦૦ નમાઝીઓ સમાવી શકાય તેમ હતા. મસ્જિદ ૨,૪૦૦ની ક્ષમતા ધરાવતા સેન્ટ પોલ કેથેડ્રલ કરતા ચાર ગણી ક્ષમતા ધરાવે તેમ હતું. તબલિગી જમાત ૧૯૯૬થી આ જ સ્થળે ૨,૫૦૦ની ક્ષમતા ધરાવતી હંગામી મસ્જિદની માલિકી ધરાવે છે.