લંડનઃ ગર્લ્સ સ્કૂલમાં સિનિયર વિદ્યાર્થિનીઓને શોર્ટ સ્કર્ટ પહેરવા પર પ્રતિબંધ લાદ્યો છે. આ ઉપરાંત ઓછો મેકઅપ કરવા જણાવાયું છે. વિદ્યાર્થિઓનું શિક્ષણમાં વધુ ધ્યાન રહે તે માટે ફરમાન આપ્યું છે.
હર્ટફોર્ડશાયરમાં બુશીની સેન્ટ માર્ગારેટ્સ સ્કૂલમાં વર્ષે ૨૮૦૦૦ પાઉન્ડની ફી વસૂલે છે ત્યાં એ-સ્તરની વિદ્યાર્થિનીઓને શોર્ટ સ્કર્ટ ન પહેરવા જણાવાયું છે. આ સ્કૂલના પ્રિન્સિપાલ રોઝ હાર્ડીએ સાદા વસ્ત્રોના ડ્રેસ કોડ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, સ્માર્ટ પ્રેઝન્ટેશનમાં વિદ્યાર્થીનીઓનું પ્રોફેશનલ અને એકાગ્રતાપૂર્ણ વર્તન ઝળકે છે. જોકે વાલીઓએ આ નિર્ણયનો વિરોધ કર્યો છે. તેમની દલીલ છે કે આવા યુનિફોર્મનું વિદ્યાર્થિનીઓને દબાણ કરવાથી જાણે ‘અંતિમયાત્રા’માં જતા હોય તેવું લાગશે અને તેનાથી વિદ્યાર્થિનીઓની અભિવ્યક્તિ પણ છીનવાશે. જોકે બચાવમાં હાર્ડીએ જણાવ્યું હતું કે, અમે વિદ્યાર્થિનીઓને આત્મવિશ્વાસુ બનાવવા માગીએ છીએ જેથી તેઓ અભ્યાસ અંગેના નિર્ણયો વધુ સારી રીતે લઈ શકે.