લંડનઃ પુરુષ હોવાનો સ્વાંગ રચી ગાયલી ન્યુલેન્ડે એક મહિલા સાથે ૧૦ વખત સેક્સ માણ્યું હતું. આ યુવતી સાથે છેતરપીંડી કરવાના ગુનામાં ન્યુલેન્ડને દોષિત ઠરાવાઈ હતી. તેણે બે વર્ષ સુધી બોયફ્રેન્ડ તરીકે યુવતી સાથે રહેવા વેશ અને અવાજ બદલ્યો હતો. ચેસ્ટર ક્રાઉન કોર્ટમાં આઠ સ્ત્રી અને ચાર પુરુષની જ્યુરીએ જાતીય હુમલાના ત્રણ આરોપમાં ન્યુલેન્ડને દોષિત માની હતી.
ગાયલી તેની મિત્રને મળતી હતી ત્યારે તેની આંખો પર પાટો બંધાવતી હતી. એક વખત યુવતીએ તેનો માસ્ક ચીરી નાખતા ગાયલી સ્ત્રી જ હોવાની ખબર પડી હતી. જોકે, ગાયલીએ દાવો કર્યો હતો કે તે પુરુષ નહિ હોવાની ફરિયાદીને જાણ હતી. ગાયલીને નવેમ્બરમાં સજા કરાય ત્યાં સુધી તેને જામીન અપાયા હતા.