બાળકોની સંભાળ રાખતો કાલ્ટોફ્ટ પોતાના કદના કારણે સાથીની મદદ વિના બાળકોના બૂટની દોરી બાંધવા જેવી ફરજ બજાવી શકતો ન હોવાથી બિલુન્ડ કોમ્યુન કાઉન્સિલે નોકરીમાંથી બરતરફ કર્યો હતો. કાલ્ટોફ્ટે કહ્યું હતું કે તેની હકાલપટ્ટીની ચર્ચા વખતે તેના વજનનો ઉલ્લેખ કરાયો હતો, જ્યારે કાઉન્સિલે આ કારણ હોવાનું નકાર્યું હતું. ડેનિશ કોર્ટે સ્થૂળતાના કારણે ભેદભાવ પર પ્રતિબંધ મુદ્દે ઈયુ કોર્ટ પાસે સ્થૂળતાને ડિસેબિલિટી ગણાવી શકાય કે કેમ તેની કાયદાકીય સ્પષ્ટતા માગી હતી.
આ ચુકાદાનો અર્થ એમ કરી શકાય કે સમગ્ર યુરોપમાં નોકરીદાતાઓએ કાર્યસ્થળે સ્થૂળ કામદારોને સમાવવા ફેરફારો પાછળ નોંધપાત્ર ખર્ચા કરવા પડશે. વર્કર્સ સાથે તેમના વજન અંગે વાતચીત કરવી પણ મુશ્કેલ બનશે તેવી ચેતવણી નિષ્ણાતોએ આપી છે. એમ્પ્લોયર્સે ભેદભાવના ક્લેઈમ્સથી બચવા મોટી બેઠકો, કાર પાર્કિંગની વિશેષ સવલત, વિશાળ દરવાજા અને અન્ય સુવિધાઓ આપવાનો સામનો કરવો પડશે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનિઝેશનના ૨૦૦૮ના આંકડા અનુસાર આશરે ૨૩ ટકા યુરોપીય મહિલા અને ૨૦ ટકા પુરુષો સ્થૂળ છે.