લંડનઃ વ્યક્તિને ડાયાબીટીસ હોય તો તેને સ્મૃતિભ્રંશ થવાનું જોખમ ૨૦ ટકા જેટલું રહે છે. જો વ્યક્તિને હતાશા (ડિપ્રેશન)નું નિદાન થાય તો આ જોખમ ૮૩ ટકા જેટલું વધે છે. પરંતુ, જો વ્યક્તિને હતાશા અને ડાયાબીટીસ બન્ને હોવાનું નિદાન થાય તો સ્મૃતિભ્રંશ થવાનું જોખમ વધીને ૧૧૭ ટકા જેટલું થઈ જાય છે.
ટાઈપ-ટુ ડાયાબીટીસ ધરાવતી પાંચમાંથી એક વ્યક્તિને ડિપ્રેશન પણ હોય છે. યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટન સ્કૂલ ઓફ મેડિસિનના અભ્યાસના તારણો કહે છે કે બન્ને પરિસ્થિતિ જીવનના પાછલા હિસ્સામાં સ્મૃતિભ્રંશ સાથે સંકળાયેલી છે. વિશ્વ આરોગ્ય સંસ્થા અનુસાર વિશ્વમાં ૨૫૦ મિલિયનથી વધુ લોકો હતાશાથી પીડાય છે. ૨૦૧૪માં વિશ્વની વસ્તીના ૯ ટકા લોકોને ડાયાબીટીસ હતો.