લંડનઃ સામાન્ય રીતે બ્લુ કોલર જોબ એટલે કે વહીવટી, કારકૂની અથવા સંચાલકીય નોકરીઓમાં ભારે ટેન્શન રહેતું હોવાનું મનાય છે. જોકે, ચાઈનીઝ વિજ્ઞાનીઓનો અભ્યાસ કહે છે કે રેસ્ટોરાંમાં વેઈટર સહિત ભારે કાર્યબોજ અને ઓછાં વેતનની નોકરીઓ કરતા કર્મચારીઓને તણાવ અને હૃદયરોગની સમસ્યા વધુ રહેવાનું જોખમ છે. આવા ૫૮ ટકા કર્મચારીઓ રક્તપ્રવાહમાં અવરોધથી સર્જાતા ઈઝેમિક સ્ટ્રોકનો શિકાર બનવાનું જોખમ રહે છે.
લોકોને પૂછવામાં આવે તો તેઓ ન્યૂરોસર્જન્સ, બોમ્બ ડિસ્પોઝલ નિષ્ણાત, ખાણિયાઓ અથવા સ્ટોકબ્રોકરનું કામકાજ તણાવપૂર્ણ હોવાનું કહે છે. જોકે, નવા અભ્યાસના તારણો કહે છે કે હલકા પ્રકારની નોકરીઓ કરનારા સૌથી વધુ તણાવ અનુભવે છે અને તેમની તંદુરસ્તી સૌથી ખરાબ હોય છે. આની સરખામણીએ મેનેજરને ઓછો સ્ટ્રેસ રહે છે.