લંડનઃ કતારના શાહી પરિવારે જ્યારથી ૧.૫ બિલિયન પાઉન્ડમાં હેરોડ્સ ખરીદ્યું છે ત્યારથી તે બ્રિટનના શાહી પરિવારનું ફરી સમર્થન મેળવવા અને તેની સાથે ફરી સુમેળભર્યા સંબંધો સ્થાપવા પ્રયાસ કરી રહ્યો છે. નાઈટ્સબ્રીજના આ ડિપાર્ટમેન્ટલ સ્ટોરે નોંધપાત્ર આર્થિક સફળતા મેળવી હતી. ક્યારેક બ્રિટિશ શાહી પરિવારની ફરી મંજૂરી અને માન સન્માન મળશે તેવી આશા સાથે તેમણે તે પ્રતિમા ત્યાંથી ખસેડીને તેના મૂળ માલિક અને ડોડીના ૮૮ વર્ષીય પિતા મોહમ્મ્દ ફયાદને પાછી સોંપવાનું નક્કી કર્યું છે.
હેરોડ્સ ૧૯૧૩થી પ્રિન્સેસ ઓફ વેલ્સ ડાયના અને તેના પ્રેમી ડોડી ફયાદના મૃત્યુ સુધી શાહી પરિવારનું સમર્થન મેળવવાનું ગૌરવ અનુભવતું હતું. નવા માલિકો સારી રીતે જાણે છે કે ‘ઈનોસન્ટ વિક્ટીમ્સ’ શીર્ષકવાળી આ યુગલની ૧૦ ફૂટની કાંસાની વિવાદાસ્પદ પ્રતિમા જ્યાં સુધી નીચે રહેશે ત્યાં સુધી તેમને શાહી પરિવાર તરફથી ફરી સન્માન મળવાની શક્યતા ખૂબ ઓછી છે.