અસમાનતા દૂર કરવાનું વચન આપતા હેરોના નવા લેબર નેતા સચિન શાહ

Friday 22nd April 2016 06:56 EDT
 
 

લંડનઃ તાજેતરમાંયોજાયેલી હેરો લેબર ગ્રૂપની એજીએમમાં વડા તરીકે ચૂંટાયેલા નવા નેતા સચિન શાહે સમાજમાં વધતી અસમાનતા દૂર કરવાની બાબત તેમની ટોપ પ્રાયોરિટી હોવાનું જણાવ્યું હતું.

હેરો કાઉન્સિલનો ફાઈનાન્સ વિભાગ સંભાળતા શાહે જણાવ્યું હતુ,‘ હું જે સમાજમાં મોટો થયો તેની સેવા કરી શકું તેવો વિશેષાધિકાર મને મળ્યો છે. હું હેરોના રહીશો, બિઝનેસ અને ચેરિટી સાથે આગામી અઠવાડિયા અને વર્ષો સુધી કામ કરવા માંગુ છું. સ્થાનિક વ્યક્તિ તરીકે મેં મારું જીવન હેરોમાં વીતાવ્યું છે. હેરોના જે રહેવાસી પ્રગતિમાં પાછળ રહી ગયા છે તેમના માટે તક ઉભી કરવાની જરૂર છે.

૨૦૧૦માં પ્રથમ વખત ક્વીન્સબરીથી ચૂંટાયેલા કાઉન્સિલર સચિન શાહ ૨૦૧૩થી ફાઈનાન્સ વિભાગ સંભાળે છે. ૧૯મી મેએ યોજાનારી ચૂંટણીમાં કાઉન્સિલના નવા નેતાના પદ માટે તેઓ લેબર ગ્રૂપના ઉમેદવાર હશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter