લંડનઃ કેર ક્વોલિટી કમિશને કહ્યા અનુસાર દેશની આશરે ૭૫ ટકા હોસ્પિટલો પેશન્ટ્સની સારસંભાળ અને સલામતીના પાયાના ધોરણો જાળવવામાં પણ નિષ્ફળ જાય છે. બે તૃતીઆંશ હોસ્પિટલો સારી નહિ હોવાનું પણ રેગ્યુલેટરે જણાવ્યું છે.
રેગ્યુલેટરી કમિશને સ્પષ્ટ ચેતવણી આપી હતી કે સ્ટાફમાં કાપ અને સારસંભાળ તરફ બેદરકારીના કારણે પેશન્ટ્સ જોખમમાં મૂકાય છે. કમિશનના વાર્ષિક રિપોર્ટમાં જણાવાયું છે કે પેશન્ટ્સની લેવાતી કાળજી આટલી ખરાબ હોવાનું જોઈને ઈન્સ્પેકટરોને પણ આઘાત લાગ્યો હતો. ભંડોળમાં કાપના કારણે ખરાબ હોસ્પિટલો પણ સતત સંઘર્ષ અનુભવી રહી છે કારણ કે તેમની પાસે તિરાડો પૂરવાના નાણા પણ રહેતાં નથી.