૨૭ પુરુષ સામે બળાત્કાર સહિતના આરોપ

- Monday 03rd April 2017 10:35 EDT
 

લંડનઃ હડર્સફિલ્ડ અને આસપાસના વિસ્તારોમાંથી કુલ ૨૭ પુરુષો સામે બળાત્કાર, છોકરીઓને વેશ્યાવૃત્તિમાં ધકેલવી અને માનવ તસ્કરી સહિતના અસંખ્ય આરોપો લગાવાયા છે. આ લોકો સામે ૨૦૦૪થી ૨૦૧૧ના ગાળામાં ૧૧-૧૭ વયજૂથની ૧૮ છોકરીઓ પર બળાત્કાર અને જાતીય હુમલા આચરવા સહિતના આરોપો છે.

અમરે સિંહ ધાલીવાલ નામની વ્યક્તિ સામે તો આવા ૨૧ આરોપ છે. ગુનેગારોને પોલીસ જામીન પર મુક્ત કરાયા છે અને તેમણે ૧૨ એપ્રિલે કર્કલીઝ મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર થવાનું છે.

વેસ્ટ યોર્કશાયર પોલીસના જણાવ્યા અનુસાર આરોપોમાં બાળકો સાથે જાતીય પ્રવૃત્તિ, બાળકોના અપહરણ, યૌનશોષણના ઈરાદા સાથે બાળકીઓને વેશ્યાવૃત્તિમાં ધકેલવી, બાળકોની અશ્લીલ તસવીરો બનાવવા, કલાસ એ ડ્રગ્સનાં સપ્લાય સહિતનો સમાવેશ થયો છે. બે સ્ત્રીઓ સામે બાળકો તરફ બેદરકારીનો ચાર્જ પણ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter