લંડનઃ કોર્નવોલના ૩૮ વર્ષીય ડેન્ટિસ્ટ નીના ખૈરાએ ઓક્ટોબર, ૨૦૧૫માં બાળકને જન્મ આપ્યો અને આઠ દિવસ પછી તેને જીવનમરણ વચ્ચે ઝોલા ખાતી હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પ્રસૂતિ બાદ તેને પીઠના નીચેના ભાગમાં અસહ્ય દુઃખાવો શરૂ થયો હતો. ડોક્ટરે કિડની ઈન્ફેક્શન હોવાનું નિદાન કરીને તેને સામાન્ય રીતે અપાતી એન્ટિબાયોટિક ટ્રીમથોપ્રીમ લખી આપી હતી.
જોકે, ખૈરાને યુરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શનને લીધે સડો થઈ ગયો જે તેના લોહી સુધી પહોંચ્યો. એક્સ્ટેન્ડેડ સ્પેક્ટ્રમ બીટા લેક્ટેમાસ (ESBL) જે ઈ કોલી સ્ટ્રેઈન તૈયાર કરે છે તેના પર જીપી દ્વારા પ્રિસ્ક્રાઈબ કરાયેલી દવાઓ સહિતની મોટાભાગની એન્ટિબાયોટિક્સની કોી અસર થતી ન હતી. શરૂઆતમાં દવાઓને લીધે દુઃખાવામાં તેને થોડી રાહત થઈ પરંતુ, ઈન્ફેક્શન દૂર થયું નહીં. બે દિવસમાં તેને તાવ આવ્યો અને કાંપવા લાગી હતી. તેણે પતિને કહ્યું,‘ મને લાગે છે કે મારું મોત નજીક છે.’ તેને તાત્કાલિક A&E લઈ જવાઈ હતી અને બ્લડ તથા યુરિન ટેસ્ટ પરથી જણાયું હતું કે તેને સેપ્સિસ થયો હતો. તેને અલગ રૂમમાં રાખીને ૧૨ દિવસ સુધી ત્રણ વખત પેરાસિટામોલ, ફ્લુઈડ્સ અને ભાગ્યે અપાતા એન્ટિબાયોટિક એઝ્ટિઓનામ સાથે સારવાર કરાઈ હતી.
દસ દિવસ સુધી તો તેની હાલતમાં કોઈ સુધારો થયો ન હતો. તેનું ટેમ્પરેચર સતત વધતું જ રહેતું હતું. તેનું બ્લડ પ્રેશર પણ ખૂબ નીચું જતું રહેતા તે સેપ્ટિક શોકમાં પહોંચી ગઈ હતી. આ અવસ્થા જીવલેણ પૂરવાર થઈ શકે. લો
નીના ખૈરાને સંપૂર્ણ સ્વસ્થ થતાં પૂરા નવ મહિના લાગ્યા હતા. જોકે, તેને શું થયું હોત તેની કલ્પના માત્રથી તેને ડર લાગે છે. તેણે જણાવ્યું હતું કે તેનું મૃત્યુ થઈ ગયું હોત અને તે બાળકને તથા પતિને એકલા મૂકી ગઈ હોત.