લંડનઃ ઈસ્લામિક કટ્ટરવાદને નાથવાના પગલામાં ૫૦થી વધુ શંકાસ્પદ જેહાદીના પાસપોર્ટ રદ કરવામાં આવ્યા છે. હોમ સેક્રેટરી થેરેસા મેએ જણાવ્યા અનુસાર દેશના શત્રુઓની નાગરિકતા રદ કરવાના શાહી વિશેષાધિકાર કાયદા હેઠળ ૨૦૧૩થી અત્યાર સુધી ૩૦ વ્યક્તિના પાસપોર્ટ કાયમી ધોરણે રદ કરી દેવાયા છે.
વર્ષ ૨૦૧૫માં લોકોને Isisમાં જોડાવા સીરિયા જતાં અટકાવવા માટે દાખલ કરાયેલા નિયમો હેઠળ આશરે ૨૦ વ્યક્તિના પાસપોર્ટ હંગામી ધોરણે જપ્ત કરી લેવાયા છે. મેએ કહ્યું હતું કે ઈસ્લામિક ઉગ્રવાદનો સામનો કરવાની સરકારની નીતિના પગલાં ટુક સમયમાં જાહેર કરાશે. ઘૃણાનો ઉપદેશ આપતા લોકોને યુનિવર્સિટી કેમ્પસનો ઉપયોગ ન કરવા દેવાની સલાહ પણ હોમ સેક્રેટરીએ આપી હતી.