લંડનઃ કોમન્સ હોમ એફેર્સ કમિટીએ ૧૮ વર્ષથી નીચેની વ્યક્તિ માટે તથાકથિત ‘ડિઝાઈનર વજાઈના’ની રચનાની કોસ્મેટિક સર્જરીને ગેરકાયદે ગણવા ભલામણ કરી છે. કમિટીના ચેરમેન કિથ વાઝે જણાવ્યું હતું કે ફીમેલ જેનિટલ મ્યુટિલેશન (FGM)ને પ્રતિબંધિત ઠરાવતા કાયદા હેઠળ ‘ડિઝાઈનર વજાઈના’ કોસ્મેટિક સર્જરી ગેરકાનૂની ગણવી જોઈએ. તેમણે કહ્યું હતું કે આ કાયદા બાબતે સ્પષ્ટતા થવી જોઈએ.
પોતાના જનનાંગોમાં પરિવર્તન ઈચ્છતી યુવતીઓ પર કોસ્મેટિક સર્જરી કરતા ડોક્ટરોને FGM પ્રતિબંધ લાગુ પાડવા અંગે પોલીસ પણ મુંઝવણમાં છે. NHS દ્વારા સ્ત્રીઓ પર કરાતી કોસ્મેટિક સર્જરી અથવા લેબિઆપ્લાસ્ટીમાં નવ વર્ષમાં પાંચ ગણો વધારો થયો છે. જોકે, ખાનગી ક્લિનિક્સમાં કરાતી સર્જરીઓ વિશે સરકારને માહિતી અપાતી નથી.