ફૂડ પોઈઝનિંગથી મહિલા ડેલા કેલાઘેરનું મૃત્યુ થયું હતું, જ્યારે સંખ્યાબંધ જમનારા બીમાર થયા હતા. શેફ અને મેનેજરે પોલીસ સમક્ષ ખોટું બયાન આપી ન્યાયનો માર્ગ અવરોધવાનો આરોપ હતો. આ પબની માલિકી ધરાવતી ચેઈન મિચેલ્સ એન્ડ બટલર્સને અસુરક્ષિત ખોરાક રાખવા બદલ £૧.૫ મિલિયનનો દંડ કરાયો હતો.
• લંડનમાં યહુદીઓ સામે હેટ એટેક્સમાં ૯૪ ટકાનો વધારો
મેટ્રોપોલીટન પોલીસના આંકડા અનુસાર ગયા વર્ષે યહુદીઓ વિરુદ્ધ હેટ ક્રાઈમ્સની સંખ્યા લગભગ બમણી થઈ છે. પેરિસ ત્રાસવાદી હુમલાઓ પછી યહુદીવિરોધી હુમલાઓ અંગે વધેલા ચિંતા મધ્યે પ્રસિદ્ધ આંકડા જણાવે છે કે ઓગસ્ટ સુધીના વર્ષમાં યહુદીઓ વિરુદ્ધ ૨૯૭ હેટ ક્રાઈમ્સ નોંધાયા હતા. આ અગાઉના વર્ષમાં આ ગુનાની સંખ્યા ૧૫૩ હતી, જે ૯૪ ટકાનો વધારો સૂચવે છે. ગયા વર્ષના આ જ સમયગાળામાં મુસ્લિમવિરોધી હુમલા ચાર ટકા ઘટાડા સાથે ૫૧૮થી ઘટીને ૪૯૫ થયા હતા.