આ વિભાગોમાં કુલ હાજરીના ૨૦ ટકા તો આલ્કોહોલ સંબંધિત હોય છે, જે શુક્રવાર-શનિવારની રાત્રિના ગાળામાં વધીને ૮૦ ટકા સુધી પહોંચે છે. રોયલ કોલેજ ઓફ ફીઝિશિયન્સના પૂર્વ પ્રમુખ પ્રોફેસર સર ઈયાન ગિલમોર સહિતના ૨૦ આયોગ્ય નિષ્ણાતોએ આલ્કોહોલની પ્રતિ યુનિટ લઘુતમ કિંમત ૫૦p રાખવાથી વધુપડતા શરાબપાનની સમસ્યા ઉકેલી શકાશે તેમ જણાવ્યું છે.
ત્રાસવાદના શકમંદો માટે નાગરિક સ્વાતંત્ર્યની ચિંતા નથી
લંડનના મેયર બોરિસ જ્હોન્સને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે તેઓ ત્રાસવાદના શકમંદો માટે નાગરિક સ્વાતંત્ર્યની જરા પણ ચિંતા કરતા નથી. સિક્યુરિટી એજન્સીઓ બ્રિટન માટે ધમકીરુપ કોઈના પણ ઈમેઈલ અને ફોન પર નજર રાખી શકતી હોવી જોઈએ. જે લોકો બ્રિટિશ મૂલ્યો સ્વીકારતા ન હોય તેમણે અહીંથી ચાલ્યા જવું જોઈએ. કન્ઝર્વેટિવ પાર્ટી સિક્યુરિટી અને ઈન્ટેલિજન્સ એજન્સીઓને ત્રાસવાદીઓ પર નજર રાખવા વધુ સત્તા આપે તેવા કોમ્યુનિકેશન્સ ડેટા બિલને સજીવન કરવા ઈચ્છે છે, પરંતુ લિબરલ ડેમોક્રેટ્સ તેને અટકાવી રહ્યા છે.