લંડનઃ 2022માં ફક્ત 49 દિવસ માટે વડાંપ્રધાન બનેલા કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા લિઝ ટ્રસનો સાઉથ વેસ્ટ નોર્ફ્લોક બેઠક પર 630 મતથી પરાજય થયો હતો. તેમને લેબર પાર્ટીના ઉમેદવાર ટેરી જેરેમીએ પરાજય આપ્યો હતો. આ સાથે છેલ્લા 90 વર્ષમાં સંસદની ચૂંટણી હારી જનારા પહેલાં વડાપ્રધાન બન્યાં છે. 1935માં પૂર્વ લેબર વડાપ્રધાન રામસે મેકડોનાલ્ડનો પરાજય થયો હતો.
લિઝ ટ્રસે જણાવ્યું હતું કે, હ્યુમન રાઇટ્સ એક્ટ પર કન્ઝર્વેટિવની પીછેહઠ પરાજય માટે જવાબદાર છે. આ પરાજય માટે આંશિક રીતે હું પણ જવાબદાર છું. છેલ્લા 14 વર્ષ સત્તામાં રહ્યાં છતાં અમે અમારા વારસાને આગળ ધપાવી શક્યાં નથી. હ્યુમન રાઇટ્સ એક્ટનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે, અમારા પરાજય માટેના કારણો પૈકીનું આ એક કારણ પણ છે.