લંડનઃ પારિવારિક તકરારમાં એક મકાનમાં ઘૂસી સોનાની લૂટ ચલાવનાર અમનદીપ કાંગને 12 વર્ષ જેલની સજા ફટકારવામાં આવી છે. 30 જુલાઇ 2024ના રોજ હેન્ડ્સવર્થનો અમનદીપ કાંગ રગ્બીના એક મકાનમાં ઘૂસી ગયો હતો. તેણે ચાકૂની અણીએ મકાનમાલિક પાસે સોનાની માગ કરી હુમલો કર્યો હતો. હુમલામાં મકાન માલિકને ચહેરા, હાથ અને ઘૂંટણ પર ઇજાઓ થઇ હતી જેના પગલે તેને હોસ્પિટલમાં સારવાર અપાઇ હતી.
કાંગની ધરપકડ બાદ વોરવિક ક્રાઉન કોર્ટમાં આરોપ મૂકાયા હતા જેનો તેણે ઇનકાર કર્યો હતો. સુનાવણી દરમિયાન જ્યુરી દ્વારા કાંગને દોષી ઠેરવાયો હતો. અદાલતે તેને 12 વર્ષ કેદની સજા ફટકારી હતી. કાંગે પારિવારિક તકરારના કારણે આ હુમલો કર્યો હતો પરંતુ પોલીસે જણાવ્યું હતું કે, પારિવારિક કારણો આગળ કરીને આ પ્રકારે હુમલો કરી શકાય નહીં.