લેબર કોન્ફરન્સથી પાર્ટી એકજૂથ બનશે

- સીમા મલ્હોત્રા Wednesday 28th September 2016 06:51 EDT
 
 

લેબર પાર્ટીની વાર્ષિક કોન્ફરન્સમાં જેરેમી કોર્બીન પક્ષના નેતા તરીકે ફરી ચૂંટાઈ આવ્યાની જાહેરાત થઈ અને હું આ વિજય તેમનો અભિનંદન પાઠવું છું. આ કોન્ફરન્સ લેબર પાર્ટી માટે ફરીથી એકજૂથ થવાની મહત્ત્વપૂર્ણ પળ હતી. ન્યાયી અને વધુ સમૃદ્ધ બ્રિટનની આપણી કલ્પના છે જેમાં આપણી તમામ કોમ્યુનિટી અને તેમણે આપેલા પ્રદાનના મૂલ્યોની કદર કરવા સાથે આપણે હવે રચનાત્મક રીતે સાથે આગળ વધવાની જરૂર છે. મને આનંદ છે કે બંને પક્ષે થોડુંઘણું જતું કરવામાં આવશે. જેનાથી પાર્ટીને આગળ વધવાનું બળ મળશે. લેબર પાર્ટીમાં હંમેશાં વિવિધ પ્રકારના રાજકીય અભિપ્રાયો રહ્યાં છે અને એક ચળવળ તરીકે તે આપણી તાકાતનો હિસ્સો છે. એકબીજા પાસેથી શીખવાનું અને જ્યાં મતભેદ હોય તેમાંથી નવા આઇડિયા મેળવી આગળ વધતા રહેવાનું છે. આપણે એક સામાન્ય ભૂમિકા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. આપણને વિભાજિત કરનારા મુદ્દો કરતાં સામાન્ય રાખે તેવા મુદ્દાઓ વધુ છે. ટોરીઝ તેમની વાર્ષિક કોન્ફરન્સ માટે તૈયાર કરી રહ્યાં છે ત્યારે આપણે રાજકીય એજન્ડા સ્થાપિત કરી ટોરીઝને સામાજિક વિભાજન અને તેમની રાજકીય પસંદગીઓથી દેશમાં જે ગેરવ્યાજબીપણું આવ્યું છે તેના માટે તેમને જવાબદાર ઠેરવવાના છે.

બ્રિટનને ઇકોનોમીના મુદ્દે નવી દિશાની જરૂર છે. બ્રેક્ઝિટની અનિશ્ચિતતા અને હવે આપણે કઈ તરફ જઈશું તે લાંબાગાળાના વિકાસ માટેની સમસ્યા છે. બ્રિટન વિશ્વમાં એક માત્ર દેશ છે જેની પાસે બ્રેક્ઝિટ અંગેનો કોઈ પ્લાન નથી. સરકાર બ્રિટન માટે અને યુરોપ સાથેના નવા રચનાત્મક સંબંધો માટે એજન્ડા લાવે તે જોવાની જરૂર છે, જે આપણા માટે સિંગલ માર્કેટમાં રહેવા તરફનું પ્રથમ કદમ બની રહેશે. આપણે માઈગ્રેશનની આપણા દેશ પર વિધેયાત્મક અસરની ચર્ચા કરવી જોઈએ તેમજ લોકોની મુક્ત હેરફેર અને શ્રમની અસરો વિશે ચિંતા પણ દર્શાવવી પડશે. આપણે પાસપોર્ટીંગ રાઈટ્સ સહિત આપણી ફાઇનાન્સિયલ સર્વિસિસ ઇન્ડસ્ટ્રીનું રક્ષણ કરીને રોજગાર અને પર્યાવરણીય કાયદાઓમાં આગળ વધારવાની જરૂર છે. આપણા સાથીઓ આપણા વિના આગળ વધી જાય ત્યારે બ્રિટન પ્રગતિનું નબળું કઝિન બની રહે તેમ થવા દેવું ન જોઈએ.

કોન્ફરન્સમાં મેં એવી દલીલ કરી છે કે ટેક્ષ એવોઈડન્સનો અસરકારક સામનો કેવી રીતે કરી શકાય અને બિઝનેસિસ સાથે લેબર પાર્ટીના સંબંધો કેવી રીતે વિકસાવી શકાય. પુરુષો અને સ્ત્રીઓ વચ્ચેના વેતનની પારદર્શિતા, માઈક્રો બિઝનેસિસ અને સ્વરોજગારકારોને વધુ સફળ તેમ જ સ્ટાર્ટ અપ્સમાં રોકાણ કેવી રીતે સુધારાય તેને જોઈએ તો વિકાસ અને સમૃદ્ધિમાં સહભાગિતા માટે આપણે ઘણું કરવાનું જરૂર છે. આપણી પાસે તકો ઘણી છે પરંતુ આપણા નાના બિઝનેસિસને સપોર્ટ કરવા માટે અને ખાસ કરીને લેઈટ પેમેન્ટ્સને હલ કરવા, HMRC સાથે કામ પાર પાડવું વધુ સરળ બનાવી કરવેરાની ચૂકવણી કરવી તેમજ વેપાર અને નિકાસને મોટા પ્રમાણમાં ટેકો આપવો મહત્ત્વનો બની રહેશે. આપણે આવતી કાલની તકોનો ઉપયોગ કરી શકવાનો પાયો મંડાઈ શકે અને આપણી વ્યૂહાત્મક ઈન્ડસ્ટ્રીઝને ટેકો આપવા માટે ઈન્વેસ્ટમેન્ટ, કનેક્ટિવિટી, સ્કિલ્સ અને શિક્ષણ પર કેન્દ્રિત યોગ્ય અને સઘન ઓદ્યોગિક સ્ટ્રેટેજી ઘડવાની જરૂર છે.

આ સરકારના રાજકારણથી ભારે મુશ્કેલી સહન કરી રહેલી આગામી પેઢી માટે આપણે અવાજ ઉઠાવવો જોઈએ. જો આપણા યુવાવર્ગને અગાઉના જનરેશનને મળેલી તકો જોઈતી હશે તો આપણે શિક્ષણ અંગે ટોરીઝની નીતિઓ બાબતે ગંભીર થવાની જરૂર છે. સમગ્ર દેશમાં આપણી શાળાના બાળકોના ૩૩ ટકા પાંચ સારા જGCSE સમકક્ષ હાંસલ કરવામાં નિષ્ફળ જાય છે. થેરેસા મે જાણે છે કે આ વર્ષે પરિણામો વધુ ખરાબ થયા છે પરંતુ તેનો ઉપાય કરવાના બદલે તે ૨૦૨૦ સુધી વિદ્યાર્થીદીઠ ભંડોળમાં ૮ ટકાનો કાપ મૂકવા આગળ વધી રહ્યાં છે. ટોરીઓએ આપણી શાળાઓમાં ભરચક કલાસિસ અને લાયકાત નહીં ધરાવતા શિક્ષકો સહિત જે સમસ્યાઓ ઊભી કરી છે તેનું નિરાકરણ લાવવાના બદલે તેઓ સૌથી વધુ બાળકો માટે નિષ્ફળ જનાર અને અસમાનતા વધતી હોવાના પુરાવા છતાં પાછળ નજર રાખીને ગ્રામર સ્કુલ્સને પાછી લાવવા તૈયારી કરી રહ્યાં છે.

યુનિવર્સિટી જવા માટે આસમાને જતા દેવાના બોજથી દબાયેલા યુવા વર્ગ સામે ટ્યૂશન ફીમાં ભારે વધારો ઝીંકાય તેની પર શક્યતા છે. આ યોગ્ય નથી અને યુવાનો આપણું ભવિષ્ય છે અને આપણે તેમનામાં ભરોસો રાખીએ છીએ તેવો રચનાત્મક સંદેશો પણ જતો નથી. હું માનું છું કે આપણા મૂ્લ્યો, વ્યાજબીપણા અને સમૃદ્ધિમાં સહભાગીતાની કલ્પનાને ટેકો આપતા બ્રિટિશ લોકોની સાથે જ છીએ. આપણે નોકરીઓ સમાવેશી અર્થતંત્ર, મજબૂત કોમ્યુનિટીઝ, આરોગ્ય અને સામાજિક સંભાળ સહિત લોકોના જીવન ઉપર આપણે કેટલો તફાવત ઊભો કરી શકીશું તેનું વિશ્વશનીય વર્ણન આપણી પાસેથી સાંભળવા ઈચ્છે છે. મેં જોયું છે કે ટોરી આરોગ્યનીતિઓ દર્દીઓ અને NHS માટે નિષ્ફળ છે. દર્દીઓએ લાંબો સમય રાહ જોવી પડે છે. હોસ્પિટલો ભરચક છે. સ્ટાફની અછત અને નાણાકીય કટોકટી છે તેવા સંજોગોમાં બ્રિટનને લેબર સરકારની જરૂર છે. અને આપણા માટે હાંસલ કરવાની બાબત છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter