આગામી વર્ષે સ્કોટલેન્ડને વધુ સત્તા અપાવવાના સંઘર્ષમાં તેઓ હાજર નહિ હોય. જોકે, લેબર પાર્ટીની સૌથી વગશાળી ૧૦૦ વ્યક્તિની યાદીમાં પાર્ટીના નેતા એડ મિલિબેન્ડે થોડાં ઓછી લોકપ્રિયતા સાથે પણ પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે.
પાર્ટીનાં પાંચ સૌથી પ્રભાવક નેતાઓમાં મિલિબેન્ડ ઉપરાંત, જનરલ સેક્રેટરી લેન મેકક્લુસ્કી, શેડો ચાન્સેલર એડ બોલ્સ, શેડો હોમ સેક્રેટરી ઈવેટ કૂપર, શેડો હેલ્થ સેક્રેટરી એન્ડી બર્નહામનો સમાવેશ થાય છે. હોમ એફેર્સ સીલેક્ટ કમિટીના ચેરમેન કિથ વાઝ ગયા વર્ષે ૩૫મા સ્થાને હતા તે પ્રગતિ સાથે ૩૦મા સ્થાને આવ્યા છે. આ યાદીમાં પૂર્વ વડા પ્રધાનો ગોર્ડન બ્રાઉન (૧૯) અને ટોની બ્લેર (૨૦)નો પુનઃ પ્રવેશ થયો છે.
આ યાદીમાં નવી ૨૬ વ્યક્તિએ પ્રવેશ મેળવ્યો છે તેમ જ ૩૪ સ્ત્રીએ સ્થાન જમાવ્યું છે. આની સરખામણીએ જમણેરી વિચારધારાના પક્ષોની યાદીમાં માત્ર ૨૦ મહિલા છે અને લિબરલ ડેમોક્રેટ્સની ૫૦ પ્રભાવશાળી વ્યક્તિની યાદીમાં ૧૦ જ મહિલા સ્થાન ધરાવે છે.