લેબર સાંસદ રૂપા હકને મારી નાખવાની ધમકી આપનારને 16 સપ્તાહની કેદ

Thursday 07th November 2024 00:32 EST
 
 

લંડનઃ ઇલિંગ સેન્ટ્રલ અને એક્ટોનના લેબર સાંસદ રૂપા હક અને તેમના પરિવારને મારી નાખવાની ધમકીઓ આપનાર શખ્સને જેલની સસ્પેન્ડેડ સજા કરાઇ છે. ઓઝગે ચેવટ નામની વ્યક્તિએ 16 જેટલા વોઇસમેઇલ મોકલીને રૂપા હક અને પરિવારને મારી નાખવાની ધમકીઓ સાથે રેસિસ્ટ ટિપ્પણીઓ કરી હતી. ચેવટને વેસ્ટમિનસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરી દોષી ઠેરવાયો હતો. કોર્ટે તેને 16 સપ્તાહની પરંતુ 18 મહિના માટે સસ્પેન્ડેડ જેલ અને 150 કલાક અનપેઇડ કામ કરવાની સજા કરી હતી. તેણે 25 દિવસ માટે રિહેબિલિટેશન એક્ટિવિટી કરવા સાથે કોર્ટ કેસ અને સરચાર્જ પેટે 213 પાઉન્ડ ચૂકવવા પડશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter