લંડનઃ લેસ્ટર ક્લોથિંગ કંપનીના ડિરેક્ટરો હિફ્ઝુરહેમાન પટેલ અને એહસાન ઉલ હક દાઉદ પટેલને 1.3 મિલિયન પાઉન્ડના ટેક્સ ફ્રોડ માટે 9 વર્ષ જેલની સજા કરાઇ છે. બંનેએ 2014થી 2017 વચ્ચે વેટની ચોરી માટે કંપનીઓનું એક નેટવર્ક ઊભુ કર્યું હતું. ડિસેમ્બર 2015માં ટ્રેડ ટાસ્કફોર્સના અધિકારીઓએ તેમની મિડલેન્ડ ટ્રેડિંગ લિમિટેડ કંપની પર દરોડાની કાર્યવાહી કર્યા બાદ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું. 17 મે 2024ના રોજ લેસ્ટર ક્રાઉન કોર્ટ દ્વારા બંને દોષીને 9 વર્ષ કેદની સજા જાહેર કરાઇ હતી.