લેસ્ટર સહિત ઇંગ્લેન્ડના વિવિધ વિસ્તારોમાં જીપીની ભારે અછત

સરેરાશ જીપીના માથે 2300થી વધુ દર્દીની જવાબદારી, કેટલાંક વિસ્તારોમાં 3000થી વધુ

Tuesday 08th October 2024 11:18 EDT
 

લંડનઃ ઇંગ્લેન્ડમાં જીપીની ભારે અછત પ્રવર્તી રહી છે. આજે એક સરેરાશ જીપીને 9 વર્ષ પહેલાની સરખામણીમાં 17 ટકા વધુ દર્દીઓની સારવાર કરવી પડે છે. તેનો અર્થ એ થયો કે દરેક પરમેનેન્ટ જીપીએ 2300 કરતાં વધુ દર્દીની કાળજી લેવી પડે છે. 2015ની સરખામણીમાં આ સંખ્યામાં 350 દર્દીનો વધારો થયો છે.

એનએચએસના આંકડા દર્શાવે છે કે જીપીની સૌથી વધુ અછત ધરાવતા વિસ્તારોમાં તો સરેરાશ જીપીને 3000 કરતાં વધુ દર્દીની સંભાળ લેવી પડે છે. નિષ્ણાતો કહે છે કે જીપીની અછત ગંભીર છે જે દર્દીઓના આરોગ્યને જોખમમાં મૂકી રહી છે.

બીજીતરફ સરકાર એમ કહી રહી છે કે તે વધુ ડોક્ટરોને તાલીમ આપીને અને ફાર્માસિસ્ટને કેટલીક જવાબદારી સોંપીને જીપી પરનું દબાણ ઓછું કરવાના પ્રયાસ કરી રહી છે.

થર્રોક, લેસ્ટર, બ્લેકબર્ન-ડારવેન, લ્યૂટન-મિલ્ટન કીન્સ અને પોર્ટ્સમાઉથમાં જીપીની સૌથી વધુ અછત પ્રવર્તી રહી છે જ્યારે વિર્રલ અને સ્ટોકપોર્ટમાં જીપીને ફક્ત 1850 દર્દીની જ સંભાળ લેવી પડે છે. રોયલ કોલેજ ઓફ જીપી લીડર્સના અધ્યક્ષ પ્રો. કેમિલા હાઉથ્રોને જણાવ્યું હતું કે, જીપીની અછતના કારણે સ્થાનિક લોકોના આરોગ્ય પર ગંભીર અસર પડી રહી છે.

કયા વિસ્તારમાં જીપીની મોટી અછત

વિસ્તાર – જીપીને હસ્તક સરેરાશ દર્દી

થર્રોક – 3431 દર્દી

લેસ્ટર – 3262 દર્દી

બ્લેકબર્ન અને ડારવેન – 3218 દર્દી

લ્યૂટન અને મિલ્ટન કીન્સ – 3033 દર્દી

પોર્ટ્સમાઉથ – 3010 દર્દી


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter