લેસ્ટરઃ ૧૨૦ એપલ આઈફોન્સની ચોરી કરનારા ૨૦ વર્ષીય કુરિયર દીપ અઢીઆએ લેસ્ટર ક્રાઉન કોર્ટ સમક્ષ પોતાનો ગુનો કબૂલી લીધો છે. આ ગુના બદલ તેને જેલની સજા થઈ શકે છે.દીપ અઢીઆએ હિન્કલી ખાતે ડિસેમ્બર ૨૦૧૩માં કુલ £૫૧,૦૦૦થી વધુ કિંમતના સ્માર્ટફોન્સની ડિલિવરી લીધી હતી અને તે લંડન મોકલવાના હતા. ડિલિવરી વાનની અન્ય વ્યક્તિએ £૮૦૦ના ચરસના કરજની માંડવાળી કરવા ફોન્સનું બોક્સ લઈ લીધું હતું. અઢીઆએ ફોન્સ લેનાર વ્યક્તિની વિગતો આપવા ઈનકાર કર્યો હતો. અઢીઆને જામીન પર મુક્ત કરાયો હતો અને સજા અગાઉનો રિપોર્ટ તૈયાર કરવા માર્ચ ૧૦ સુધી સુનાવણી મુલતવી રખાઈ છે.