સેન્ટ આઈવ્સ રોડ, નોર્થફિલ્ડ્સ, લેસ્ટરસ્થિત મકાનમાંથી બપોરના ૨.૩૦થી રાત્રિના ૯.૫૦ના ગાળામાં જ્વેલરી ચોરાઈ હતી. પોલીસે કેટલીક જ્વેલરીની તસવીરો જારી કરી શંકાસ્પદ સંજોગોમાં તેનું વેચાણ કરવા કોઈ આવે તો માહિતી આપવા લોકોને જણાવ્યું છે.
લૂંટના ઈરાદે હિંસક હુમલો કરનારી બે વ્યક્તિની તલાશ
બર્મિંગહામઃ હોલોવે હીડના ક્લાઈડેસડેલ ટાવરમાં ૧૬મી નવેમ્બરે લિફ્ટમાંથી બહાર નીકળતા ૪૫ વર્ષીય નાગરિક પર લૂંટના ઈરાદે હિંસક હુમલો કરનારી બે વ્યક્તિની પોલીસ તપાસ કરી રહી છે. હુમલાથી નીચે પડી ગયેલા પુરુષના ખિસ્સા ફંફોસ્યા હતા, પરંતુ તેમાંથી કશું ન મળતા આ વ્યક્તિઓ નાસી છૂટી હતી. પોલીસે સંબંધિત હુમલાખોરોની સીસીટીવી તસવીરો જારી કરી છે.