ગુજરાત હિન્દુ એસોસિએશન દ્વારા લેસ્ટરના ગોલ્ડન માઇલ વિસ્તારના બેલગ્રેવ નેઇબરહુડ સેન્ટર ખાતે ભારતના ૬૬મા ગણતંત્ર દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાત હિન્દુ એસોસિએશનના પ્રમુખ શ્રી મગનભાઇ પી. પ ટેલ OBEએ સૌને આવકાર આપ્યો હતો. મુખ્ય અતિથી તરીકે પધારેલા બર્મિંગહામના કોન્સ્યુલેટ જનરલ અોફ ઇન્ડિયા શ્રી બી.સી. પ્રધાન, કાઉન્સિલર પિયારા સિંઘ, લેસ્ટરના સ્થાનિક કાઉન્સિલરો તેમજ આસિસ્ટન્ટ મેયર ઉપસ્થિત રહ્યા હતા. સૌએ સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ હળવા નાસ્તાનો આનંદ માણ્યો હતો.