ગુજરાત હિન્દુ એસોસિએશન દ્વારા બેલગ્રેવ નેઇબરહુડ સેન્ટર ખાતે તા. ૨૬ જાન્યુઆરીના રોજ ભારતના પ્રજાસત્તાક દિનની ધામધૂમપૂર્વક દેશભક્તિ ગીતના ગાન સાથે ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે ભારતીય હાઇકમિશનના બર્મિંગહામ સ્થિત કોન્સેલ જનરલ શ્રી જેકે શર્મા ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ત્રિરંગા રાષ્ટ્રદ્વજને ફરકાવીને સલામી અર્પી હતી.
પ્રસ્તુત તસવીરમાં ડાબેથી (બેઠેલા) સર્વશ્રી જશવંતલાલ ચૌહાણ – OBE, મગનલાલ ડી પટેલ, મુખ્ય મહેમાન શ્રી જેકે શર્મા, મગનભાઇ પી. પટેલ – OBE, અને ચંદુભાઇ મટ્ટાણી તેમજ પાછળની હરોળમાં ડાબેથી ઉભા રહેલા કાઉન્સિલર લુઇસ ફોનેસ્કા, કાઉન્સિલર રતિલાલ ગોવિંદ, કાઉન્સિલર અબ્દુલ ઉસ્માન, ધીરૂભાઇ ધોળકીયા, હેમેન્દ્રભાઇ મિસ્ત્રી PRO, નવિનભાઇ રાણા તેમજ કાઉન્સિલર રશ્મિકાંત જોશી નજરે પડે છે.