ચેસ્ટર ઝૂમાં આગથી અફરાતફરી

Wednesday 19th December 2018 02:36 EST
 
 

લેસ્ટરઃ ઇંગ્લેન્ડના ઉત્તર પશ્ચિમમાં પ્રખ્યાત ચેસ્ટર ઝૂનાં મોન્સૂન ફોરેસ્ટ સેક્શનમાં ૧૫ ડિસેમ્બરે આગ ફાટી નીકળતાં હજારો પર્યટકો અને પ્રાણીઓનું સુરક્ષિત સ્થળાંતર કરવામાં આવ્યું હતું. આગથી મગર, ઉરાંગઉટાન અને સાપ સહિતના કેટલાક પ્રાણીઓ જોખમમાં મૂકાયા હતા.

મોનસૂન ફોરેસ્ટમાં આગને બૂઝવવા અગ્નિશમન દળની ૧૫ ગાડી કામે લગાવાઈ હતી. ઘટનાસ્થળેથી કાળા ધૂમાડાના ગોટા નીકળી રહ્યા હતા. આ પ્રાણી સંગ્રહાલયમાં ૨૧,૦૦૦ પ્રાણીઓ રહે છે. આ ઘટનામાં એક વ્યક્તિના ફેફસામાં ધુમાડો જતો રહેતા તેને તત્કાળ સારવાર અપાઈ હતી. અગ્નિશમન દળના અધિકારીઓએ જણાવ્યું હતું કે તમામ પ્રાણીઓને સુરક્ષિત બહાર કઢાયા હતા. અહેવાલ મુજબ ઉરાંગઉટાનને ધાબળા વીંટાળીને બહાર કાઢવામાં આવ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter