લેસ્ટરઃ પોલીસને કથિત સેક્સ્યુઅલ અપરાધના સંદર્ભે કમરુદ્દીન નામની વ્યક્તિની તલાશ છે. આ વ્યક્તિ અંગે પોલીસને લોકો પાસેથી ૫૦થી વધુ કોલ્સ મળ્યાં હતાં. લેસ્ટરશાયર પોલીસ અધિકારીઓ ગત વર્ષે ફેબ્રુઆરીમાં આચરાયેલાં સેક્સ્યુઅલ અપરાધ બાબતે તેની પૂછપરછ કરવા માગે છે.
ગત જુલાઈમાં પોલીસ જામીન અપાયા પછી ૬૫ વર્ષીય કમરુદ્દીનની ભાળ મળતી નથી. એમ મનાય છે કે તે લંડન, મેન્સફિલ્ડ તેમજ નોટિંગહામશાયર અને બર્મિંગહામમાં પણ સંપર્કો ધરાવે છે. આ વ્યક્તિ વિશેની માહિતી કોઈ પણ પાસે હોય તેને ૧૦૧ નંબર પર LEP-050116-0256 ઘટના ટાંકીને ડિટેક્ટિવ કોન્સ્ટેબલ ૪૧૯૫ જૂલી ગેમ્બલનો સંપર્ક કરવા જણાવાયું છે.