યુનિવર્સિટી ઓફ લેસ્ટર ખાતે કાર્ડિયોવાસ્કુલર સાયન્સીસના વડા ૫૮ વર્ષીય પ્રોફેસર સામાણીએ જણાવ્યું હતું કે,‘મને ઘણું આશ્ચર્ય થયું છે. આ સન્માન અનપેક્ષિત હતું. અમે લેસ્ટરમાં જે હાંસલ કરવા પ્રયાસ કરી રહ્યા છીએ તેનું તે પ્રતિબિંબ છે. અમે હૃદયરોગોની સારવારને સુધારવા વિશ્વસ્તરીય ક્લિનિકલ અને રીસર્ચ સેન્ટરના નિર્માણનો પ્રયાસ કરી રહ્યા છીએ. હું આ સન્માન મેળવી રહ્યો છું તે લેસ્ટરના મારા સાથીઓના પ્રદાનની પણ કદર છે.’ બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશનમાં પણ પ્રોફેસર ઓફ કાર્ડિયોલોજીની સેવા આપતા પ્રોફેસર સામાણી કોરોનરી હાર્ટ ડિસીઝ માટે નવી સારવારમાં આંતરરાષ્ટ્રીય અભ્યાસના અગ્રણી આલેખકોમાં સ્થાન ધરાવે છે.
નવા વર્ષના સન્માનોમાં થીએટરની સેવા માટે લેસ્ટરના કર્વ થીએટરના આર્ટિસ્ટિક ડિરેક્ટર ડો. પોલ કેરીસન અને કોમ્યુનિટીની સેવા માટે એક્સટોન, રુટલેન્ડના એન બેલને MBE, બાળકો અને પરિવારોની સેવા માટે બ્રાઉટન એસ્ટલે, લેસ્ટરશાયરના સાન્ડ્રા વેવિલ તેમ જ ‘મિરેક્લ્સ ટુ વીલિવ ઈન’ ચેરિટી સંસ્થાના સહસ્થાપક અને ફંડરેઈઝર નિકોલસ માર્ટિનને બ્રિટિશ એમ્પાયર મેડલ્સનો સમાવેશ થાય છે.