લેસ્ટરઃ તરુણ બાળા પર બળાત્કાર કરવા બદલ ટેક્સી ડ્રાઈવર નસીર ઊડીનને લેસ્ટર ક્રાઉન કોર્ટના જજ રોબર્ટ બ્રાઉને શુક્રવારે ૧૨ વર્ષની જેલની સજા ફરમાવી હતી.
બાળાના ઘરમાં ઘૂસી તેનું યૌનશોષણ કરાયું ત્યારે તેની વય ૧૬ વર્ષથી ઓછી હતી. નસીરે ત્રણ વર્ષના ગાળામાં બાળા પર અનેક વખત બળાત્કાર કર્યા હતા. લફબરોના રહેવાસી નસીરની પત્નીએ તેનો પતિ નિર્દોષ હોવાની બૂમરાણ કોર્ટમાં મચાવી હતી. ગુનો નકારનારા ઊડીનને આજીવન સેક્સ ઓફેન્ડર્સ રજિસ્ટર પર રાખવામાં આવશે. જ્યુરીએ એક બળાત્કાર, તેમ જ બળાત્કારના બે પ્રયાસ અને ચાર જાતીય હુમલાના આરોપમાં નસીરને દોષી ઠરાવ્યો હતો.