લેસ્ટરઃ ગયા વર્ષે બેલગ્રેવ રોડ પર આવેલા બેલગ્રેવ કોમર્શિયલ સેન્ટરમાં આગ ચાંપવા બદલ લેસ્ટર કોર્ટે ગઈ ૨૯ જૂને ૨૮ વર્ષીય પરવિન્દર સિંઘને બે વર્ષ અને દસ મહિનાની જેલની સજા ફરમાવી હતી. સીસીટીવી ફૂટેજમાં તે બિલ્ડીંગની અંદર કેટલાંક ક્રેટને આગ ચાંપતો દેખાયો તે પછી તેના પર અદાલતી કાર્યવાહી થઈ હતી.
સીસીટીવીના દ્રશ્યોમાં તે જે જગ્યાએ હતો ત્યાં ક્રેટ્સ પર પ્રવાહી નાખતો દેખાયો હતો. પછી તે જ્યાં બેઠો હતો ત્યાં આગની જ્વાળાઓ દેખાઈ હતી. આગને લીધે સેન્ટરમાં આવેલી શોપ્સ બળીને ખાક થઈ ગઈ હતી. તેના માલિકો અને સ્ટાફને ભારે નુક્સાન થયું હતું અને આખી કોમ્યુનિટીમાં આઘાતની લાગણી ફેલાઈ હતી. ભયાનક આગમાં બિલ્ડીંગનો એક ભાગ પણ નાશ પામ્યો હતો. તે સમયે બિલ્ડીંગમાં લોકો હતા તે છતાં કોઈને ઈજા થઈ ન હતી.